Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

આ શું ?! ગઈકાલે ભેંસ બાદ આજે આણંદ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ : જુઓ વિગત

વંદે ભારત ટ્રેન

ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન (vande bharat) સાથે હવે ગાય વચ્ચે અકસ્માત : મુસાફરોના જીવ અધ્ધર થયા

આણંદના કણજરી નજીક રખડતી ગાય રેલવે ટ્રેન ઉપર આવી જતાં અકસ્માત સર્જાયો : કોઈ જાનહાની નહિ

આણંદ : ગત ૧ ઓક્ટોબરના રોજ પીએમ મોદીના હસ્તે ગાંધીનગર ખાતેથી શરૂ થયેલ વંદે ભારત (vande bharat)ને બે અકસ્માત નડ્યા છે, જેમાં ગતરોજ વટવા નજીક ચાર ભેંસો સાથે અથડાયા બાદ આજે આણંદના કણજરી પાસે એક ગાય રેલવે ટ્રેન ઉપર અચાનક આવી જતાં વંદે ભારત ટ્રેન (vande bharat) સાથે અથડાઈ હતી, જેને લઈ સવાર મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ ઘટના બાદ રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદ્‌નસીબે બે વખત કોઈ જાનહાની થવા પામેલ નથી.

ગાયના માલિકની શોધ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધાશે : વેસ્ટર્ન રેલવે વડોદરા

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના કણજરી-બોરીયાવી નજીક સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલ વંદે ભારત ટ્રેન (vande bharat) સાથે ગાય અથડાઈ હતી, જે બાદ ૧૦ મિનિટ બાદ પુનઃ ટ્રેન શરૂ કરાઈ હતી.

નોંધનીય છે કે, ગઈકાલે થયેલ અકસ્માત બાદ ટ્રેનના આગળના હિસ્સાને રિપેરીંગ કરાયું હતું, જે બાદ આજે ગાય સાથે અકસ્માત થતાં વંદે ભારત ટ્રેનને સામાન્ય નુકશાન પહોંચેલ છે.

Other News : આગામી ૧૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે આણંદમાં : ૧ લાખથી વધુ જનમેદની થશે એકત્ર

Related posts

પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર

Charotar Sandesh

આણંદ : બહુચર્ચિત ૫૦ લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો…

Charotar Sandesh

101 દિવસ બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટ ખુલ્યા : લેવી પડશે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ…

Charotar Sandesh