સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે કોચીંગ/ટયુશન કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
આણંદ : આણંદ જિલ્લામાં આવેલ કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિધાર્થીનીઓ શાંતિપુર્વક અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં જઈ શકે તેમજ હરીફરી શકે તેમજ કેટલાક અનિષ્ટ તત્વો ટયુશન કલાસીસ કે કોચીંગ કલાસના કામે એકલી જતી છાત્રા – મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતાં હોય, તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી પહેલાં અને રાતે ૦૮-૦૦ પછી ચાલુ ન ૨હે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમ તા. ૦૬/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
Other News : આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ CCTV કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ