Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચૂંટણી : આણંદ અમૂલમાં વર્ષો બાદ નવા ચેરમેન વા.ચેરમેન જોવા મળે તેવા એંધાણ

આણંદ અમૂલ

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં 14 ફેબ્રુઆરીએ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવાની છે

ચેરમેન માટે પપ્પુ પાઠક, વિપુલ પટેલ સહિતના નામો ચર્ચાઇ રહયા છે

આણંદ ખાતે ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમુલ વર્ષોથી કાર્યરત છે. હાલ ૧૨૦૦ થી વધુ ડેરીઓ દ્વારા દૈનિક ૩૦ લાખ લીટર દૂધ ભરવામાં આવી રહયુ છે. અને હજારો કરોડનો ટનઓવર ધરાવેછે, જોકે અત્યાર સુધી અમુલમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. અને છેલ્લા કેટલાય સમયથી ચેરમેન અને વા. ચેરમેન પદે એકના એક ચહેરા રીપીટ થતા હતા. અમુલના ચેરમેન રામસિંહ પરમાર અને વા. ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર છેલ્લી ચાર ટર્મથી જોવા મળી રહ્યા છે. ૨૦૨૦માં યોજાયેલ ચૂંટણીમાં પણ કોંગ્રેસના સાત ડીરેકટરો ચુંટાયા હતા.

આ વખતે વિધાનસભાની ચૂંટણી પુર્ણ થયા બાદ અમુલમાં કબ્જો જમાવવા માટે ભાજપ મોવડી મંડળે કમર કસી હતી. જેના ભાગરુપે કોંગ્રેસનાપુર્વ પારાસભ્યઅને આણંદના ડીરેકટર કાંતિભાઇ સોઢા પરમાર ભાજપ સાથે જોડાઇ ગયા હતા. તેમ છતાં ડીરેકટરનું સંખ્યાપદ ભાજપ જોડે ઓછું જોવા મળી રહયુ હતું. જેથી ભાજપ મોવડી મંડળ દ્વારા તોડજોડની નીતીઓ વધુ ચાર ડીરેકટરોને ભાજપ સાથે જોડી દેતાં હવે ભાજપના દશ ડીરેકટરો છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ત્રણ ડીરેકટર છે. જેથી આ વખતે ભાજપ મોવડીમંડળ નકકી કરે તે જ ચેરમેન વા.ચેરમેન બને. તેવા એંધાણ વર્તાઇ રહેથા છે.

હાલમાં અમુલના ચેરમેન રામસિંહ પરમાર પણ પોતાના અંગત ત્રણ ડીરેકટરોને ભાજપમાં લાવીને અંદરખાને ચેરમેનનું પદ જાળવી રાખવાના પ્રયાસો કાંચ પર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાંતિભાઇ સોઢા પરમારને પણ ગીફ્ટ મળે તો નવાઇ નહી.

ભાજપ સાથે ગણાતા ડિરેક્ટરો
રામસિંહ પ્રભાતસિંહ પરમાર (ઠાસરા)
રાજેશભાઈ ગજાનંદભાઈ પાઠક (બાલાસિનોર)
વિપુલભાઈ પૂનમભાઈ પટેલ (રંગાઇપુરા)

વિપુલભાઈ કાંતિભાઈ પટેલ (નડિયાદ)
કાંતિભાઈ મણીભાઈ સોઢા પરમાર (આણંદ)
સીતાબહેન ચંદુભાઈ પરમાર (તારાપુર)
રણજીતભાઈ કાન્તીભાઈ પટેલ (આણંદ)
ઘેલાભાઈ માનસિંહ ઝાલા (કઠલાલ)
શારદાબહેન હરિભાઈ પટેલ (કપડવંજ)
જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ (મોદજ)
શોભેસિંહ માંગાભાઈ પરમાર (વિરપુર)

કોંગ્રેસ પક્ષે ગણાતા સભ્યો
રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર (દહેવાણ)
સંજયભાઈ હરિભાઈ પટેલ (માતર)

પ્રતિનિધિ વોટર્સ
સરકારી પ્રતિનિધિ (જિલ્લા રજીસ્ટ્રાર)
જીસીએમએમએફ(અમૂલ ફેડરેશન)ના પ્રતિનિધિ

Other News : આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ

Related posts

તા.૧૦મીના રોજ શહેર-તાલુકાના આ કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે પણ કોરોનાનો વિસ્ફોટ : નવા ૫૬૫ કેસો નોંધાયા, જાણો જિલ્લામાં કેટલા એક્ટિવ કેસો

Charotar Sandesh

આણંદમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય : જિલ્લામાં અલગ અલગ ૮ સ્થળેથી મોબાઈલ ચોરાયા

Charotar Sandesh