Charotar Sandesh
ગુજરાત

ભાજપના જુના જોગીઓએ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કર્યા, આ નેતાઓ નહીં લડે ચુંટણી

વિધાનસભાની ચુંટણી

પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, યોગેશ પટેલ

Gandhinagar : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે ત્રિપાંખિયા જંગ વચ્ચે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, તેવામાં હવે ભાજપ પાર્ટીના જુના જોગીઓ ચુંટણી લડવાથી હાથ ઊંચા કરી રહ્યા છે, ત્યારે નવા કાર્યકર્તા-નેતાઓને ચાન્સ મળશે તે નક્કી થયું છે.

ભાજપના કેટલાક સિનિયર નેતાઓ એક પછી ચુંટણી ન લડવાનું સોશિયલ મિડીયાના માધ્યમથી જણાવી રહ્યા છે, જેમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ સહિત કેટલાક નેતાઓ અમે ચુંટણી નહીં લડીએ તેમ જણાવી રહ્યા છે. હવે થોડાક સમયમાં ઉમેદવારોની લીસ્ટ જાહેર થશે તેમાં નવા ચહેરાઓનું નામ સામે આવશે તે નક્કી થશે.

Other News : દેવ દિવાળી પર ૧૦ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્‌યા કાશીના ૮૪ ઘાટ

Related posts

રાજ્યમાં અધધધ… ૫ લાખ ૫૬ હજાર ૨૯ બેરોજગારો..!! આણંદનો ત્રીજો નંબર…

Charotar Sandesh

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વકર્યો : સનાતન સંતોનું મોટું એલાન : લીધી બહિષ્કારની પ્રતિજ્ઞા

Charotar Sandesh

લોકમેળામાં ૧૩૨ મોબાઇલ-પર્સ ગુમ થયાની ફરિયાદ, ૬૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ…

Charotar Sandesh