Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

ભવ્ય મશાલ રેલી

અડાસ શહીદ સ્મારક ખાતે વીર સપૂતોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

આણંદ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (azadi ka amrut mahotsav) અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ (har ghar tiranga) અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તે માટે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંકળાયેલ અને અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં પાંચ નવ યુવાનો શહીદ થયા હતા તે અડાસ ગામ ખાતે તા.રજીના રોજ ઢળતી સંધ્યાએ રાજય અનામત પોલીસ દળ જૂથ-૭, નડીઆદના પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ સાથે જૂથના સેનાપતિ શ્રી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી હતી.

આ મશાલ રેલી અડાસ કુમાર શાળાથી શરૂ થઇને અંદાજે ર (બે) કિ.મી. નું અંતર કાપીને અડાસ રેલ્વે સ્ટેશન પાસે આવેલ શહીદ સ્મારક (shahid smarak) ખાતે પહોંચી હતી જયાં પોલીસ જવાનો દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ મશાલ સાથે ૭૫ની રચના કરતા અદ્દભૂત દ્રશ્ય સર્જાવા પામ્યું હતું.

અડાસના રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ જવાનોની રેલી આવી પહોંચતા જૂથના સેનાપતિ શ્રી કોમલ વ્યાસ બી.કયુ.એમ.શ્રી વી.આર.યાદવ, એડજયુટન્ટ પી.ડી.વાઘેલા સહિત ગામના મહિલા અગ્રણી હંસાકુંવરબા રાજ, સરપંચ સહિત પોલીસ જવાનોએ શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ રેલીમાં રાજય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીઆદના ૨૫૦ જવાનો પોલીસ બેન્ડ, હાથમાં મશાલ અને તિરંગાને લઇને ભવ્ય મશાલ રેલીમાં જોડાયા હતા તેમની સાથે મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, અડાસ ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો પણ જોડાયા હતા.

  • Jignesh Patel, Anand

Other News : આણંદ જિલ્લામાં ગેરકાયદે વીજચોરી કરતાં ચોરો ઉપર વિજિલન્સના દરોડા : વધુ ૫.૫૯ લાખનો દંડ વસુલાયો

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૯૫ કેસ નોંધાયા : સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ, જાણો

Charotar Sandesh

ખેડા જિલ્લામાં કોરોના કેસો વધીને ૨૦૫ થયા, લોકોમાં વધી ચિંતા…

Charotar Sandesh

આણંદ તાલુકાના નાવલી રિસોર્સ રૂમ ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો

Charotar Sandesh